શું માવા / ગુટખા ખાવાથી તમારું મોઢું ઓછું ખુલે છે?
શું માવા / ગુટખા ખાવાથી તમારું મોઢું ઓછું ખુલે છે ? જો તમને સોપારી , માવો , ગુટખા ખાવાની ટેવ છે અને મોઢું ઓછું ખુલે છે તો તમને ઓરલ સબમ્યૂકસ ફાઇબ્રોસિસ હોવાની શક્યતા છે . આ બીમારીના લક્ષણો નીચે જણાવ્યા પ્રમાણે હોઈ શકે . Ø તીખું અથવા ગરમ ખાવાથી મોઢામાં બળતરા થવા . Ø મોઢું ઓછું ખુલવું . Ø મોઢાની અંદરની ચામડીનું સફેદ પડવું . Ø મોઢામાં વારે ઘડીએ ચાંદા પડવા . Ø જીભ બહાર કાઢવામાં તકલીફ પડવી . Ø ગાલ બેસી જવા . જો તમને ઉપર જણાવેલ કોઈ પણ લક્ષણ હોય તો તમારે તમારા મોઢાના ચાંદાના નિષણાત ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ કારણકે આ તકલીફ આગળ જતા કેન્સરમાં પરીવર્તિત થઇ શકે છે . આ બીમારીની સારવાર ઉપલબ્ધ છે . Ø આ બીમારીના ઉપચાર માટે સૌ પહેલા સોપારી , માવા , ગુટખાની આદતને સંપૂર્ણપણે છોડી દેવું . Ø આ રોગના નિદાન માટે તમારા ડેન્ટિસ્ટને મળવું અને દવા લેવી . Ø તમારા રોગના સ્ટેજ પ્રમાણે ઈન્જેકશન લેવ...