દાંત કઢાવ્યા પછી આ બાબતોનું ધ્યાન રાખવું.
ઘણી વાર દાંત ખરાબ રીતે સડી ગયો હોય , હલતો હોય અથવા બચવાની સ્થિતિમાં ના હોય , ત્યારે એને કાઢવો પડે છે . દાંત કાઢ્યા પછી જે ઘા થાય છે એની યોગ્ય રીતે કાળજી લેવી ખુબ જરૂરી છે જેથી ઘા માં સરસ રુંજ આવે . નીચે જણાવેલ સુચનનોનું પાલન કરવાથી ઘા માં જલ્દી રુંજ આવે છે અને કોઈ તકલીફ થવાની શક્યતા ખુબ ઓછી રહે છે . પહેલા ૨૪ કલાક માટે સૂચનાઓ: ઘા પર મૂકેલું રૂનું પૂમડું ૧ કલાક સુધી જોરથી દબાવી રાખવું. મોઢામાં આવતી લાળ ગળી જવી. રૂનું પૂમડું કાઢયા પછી વારંવાર થૂંકવુ કે કોગળા કરવા નહીં. દાંત કઢાવ્યાની બહાર ગાલ પર બરફ ઘસવું . દર કલાકે 5 થી 10 મિનિટ બરફ ઘસવું . આવું કરવાથી સોજો આવાની શક્યતા એક્દમ ઓછી થઇ જાય છે . બ્રશ કે જીભ સાફ કરવી નહીં. જમવામાં ઠંડો અને પોચો ખોરાક લેવો જેમ કે આઈસ્ક્રીમ (ડ્રાયફ્રૂટ વગરનો), ઠંડુ દૂધ, દહીં, કે જ્યુસ લઈ શકાય. જ્યુસ કે પાણી પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ ન કરવો, કારણ કે ખેંચાણના લીધે લોહી ફરી નીકળી શકે છે. કડક ખોરાક જેમકે ડ્રાયફ્રૂટ , સીંગ , ચણા , પાપડ , ખાખરા...